Thursday, June 28, 2007

વરસાદ...

આવ્યો રે વરસાદ..આવ્યો રે વરસાદ..
ઝરમર..ઝરમર..આવ્યો રે વરસાદ...

ધરતીની ભીંનાશ લાવ્યો..આ વરસાદ..
ઘાંસની લિલાશ લાવ્યો..આ વરસાદ..

ચાતાકના શ્વાસ લઇ આવ્યો..આ વરસાદ..
મન માં સમાવવા અવ્યો..આ વરસાદ..

મસ્તીમાં ડુબાડવા આવ્યો..આ વરસાદ..
યાદો ની મોંસમ લાવ્યો..આ વરસાદ..

આવ્યો રે વરસાદ..આવ્યો રે વરસાદ..
ઝરમર..ઝરમર..આવ્યો રે વરસાદ...

Thursday, June 14, 2007

કૃષ્ણ પ્રેમ્

લાવ હથેળી શ્યામ લખી દઉં..
લાવ હથેળી શ્યામ લખી દઉં..

હૈયે હરીવર નામ લખી દઉં..
આંગળી ઉપર આતમ પ્યારે..
કર ઉપર કિરતાર લખી દઉં..

ગાલો પર ગોવિંદ લખી દઉં..
મુખ ઉપર માખણ ખાનારો..
ભુજ ઉપર ભગવંત લખી દઉં..

અલ્કાવલી પર અલખ લખી દઉં..
કુંડળ ઉપર કમલનયન ને..
નથ ઉપર શ્રીનાથ લખી દઉં..

પાલવ પર પ્રીતમજી લખી દઉં..
શ્રાવણી મનની ભીંતર મોહન..
ચૂંદડી પર ચિત્ત ચોર લખી દઉં..

નાસિકા પર નંદલાલ લખી દઉં..
કણ કણ ઉપર કૃષ્ણ કૃપાળુ..
રોમ રોમ રસરાજ લખી દઉં..

લાવ હથેળી શ્યામ લખી દઉં..
લાવ હથેળી શ્યામ લખી દઉં.

-પ્રેરણા..શ્રી ઈદિરા બેટીજીના લખાણ માંથી.

Friday, June 8, 2007

પ્રેમ-અનુભવ

મેં જોયા છે..તમને..,

પરોઢ ના પહેલા કિરણ માં..,
ઘાંસ પર પથરાયેલી ઝાકળ માં..,
કોમળ ઉગતા પાનની લિલાશ માં..,

મેં માણ્યા છે..તમને..,

પહેલા પડતા ઝરમર વરસાદ માં..,
થંડા વાતા સમીર ની લહેરો માં..,
ભીડ વચ્ચે રહેલા એકાંત માં...,

મેં રાખ્યા છે..તમને..,

હૃદય માં ધબકતી ધમનીઓ માં..,
મન માં વહેતી વિચાર-ધારાઓ માં..,
મારી ભીંતર સમાયેલા આત્મા મા..,


ભલે આજે તમે હોવ માત્ર મારી કલ્પનાઓ માં...,
કાલે જરૂર હશો મારી સાથે હકીકત માં...

પ્રેમ્-તત્પરતા..

જરૂર લઈ જઈશ હું એક ટુકડો , કે આ આકાશ ભલે હોય તારુ..
બહુ થયો મને એક ટુકડો તારો , જેને હું હ્ક્ક થી આપણો કરી શકીશ..

પુષ્પો જ્યાં ખીલ્યા છે એ જોયુ મેં , કે એ ઉપવન ભલે હોય તારુ..
બનીને એની મહેક કાયમ , એનથી તારા હું શ્વાસ ભરી શકીશ..

આંખો મા છલકાવે ભલે ને તુ દરીયો , કે એનુ પાણી ભલે હોય તારુ..
બની ને શંખ-છીપ રહિશ એમા , મોતીઓ ની તને હું સોગાદ ધરી શકીશ..

દુનીયા એ બનાવ્યા કેટલાયે રણ , કે એ બધે જ નામ ભલે હોય તારુ..
મૃગજળ બની ને હું ય તપીશ સાથે , ભર તડકે ત્યાં હું ભીનાશ ભરી શકીશ..

પવન ની હરેક લહેરકી પર લખાય છે જે , એ નામ ભલે હોય તારુ..
હથેળી પર તારી લખી જોજે ક્યારેક નામ મારુ , તો હું ખુદ ને તારો અર્થાત્ બનાવી શકીશ..

Tuesday, June 5, 2007

અતીત ની કહાની..

ક્યારેક... મે તારી સાથે એક ઢળતી સાંજ જોઇ હતી,
ત્યારે તે મને તારા અતીત ની કહાની કહી હતી,

ક્યારેક્..મેં તારી સાથે તારલાઓની જગમગાટ જોઇ હતી,
ત્યારે તે મને તારુ જીવન ઉજાળતી ચાંદની કહી હતી,

ક્યારેક...મેં તારી સામે નજરોથી લાગણીઓ ધરી હતી,
ત્યારે તે મને હમ્મેશ માટે પોતાની ગણી હતી,

ક્યારેક...મેં તારી જુદાઈના વિરહની વેદના સહિ હતી,
ત્યારે તે મને યાદગાર મિલનની ભેટ ધરી હતી,

ક્યારેક..મેં તારી હથેળીઓ માં મારી જીંદગી સોંપી હતી,
ત્યારે તે સદાયે સાથ રહેવાની કસમો આપી હતી,

આ... "ક્યારેક.." ના સબંધોની ફિકર ના રહી તને,
ત્યારે જ તો તે મજબૂરી ની સરહદ રચી હતી,

આજેય મે "----" સાથે એક ઢળતી સાંજ જોઇ હતી,
ત્યારે મેં એને મારી અતીતની કહાની કહી હતી.

Sunday, June 3, 2007

અવિસ્મય યાદ

યાદો ને યાદ કરાવા જ તો યાદ આવે છે...,
સાથે કેટલિયે..ખાટી-મીઠી..સોગાદ લાવે છે...,

અત્યારે જ્યારે રહ્યુ નથી રસ્તાઓ નુ ભાન...
જુવાની મા માંડેલા ઉછળતા કદમો યાદ આવે છે...,

સ્પસ્ટ દેખઈ રહ્યો છે જ્યારે આ જગત નો ચહેરો..,
બેહોશ ને ધુંધળી વિતેલિ દુનિયા યાદ અવે છે..,

લહેરાઈ રહ્યો છે બંધનો નો સમુદ્ર હાથ મા..,
ત્યારે ક્યારેક રમેલી કોડીઓ ની રમત યાદ આવે છે..,

સંકેલઈ ને થયા છિએ ઠરી-ઠામ પરકી ધરતી પર..,
ત્યારે..વતને આપેલો અલ્વિદાનો આખરી સ્પર્શ યાદ આવે છે..,

Saturday, June 2, 2007

પ્રેમ- સ્પર્શ

તડકામાં જો જોઉ તો તુ પડછાયા જેવો લાગે..,
આયનામાં જો જોઉ તો પ્રતિબિંબ જેવો લાગે..,

આંખો બંધ કરું તો તુ અહેસાસ જેવો લાગે..,
અંધકારમાં જો ખોવાઉ તો આભાશ જેવો લાગે..,

રસ્તા પર જો ચાલુ તો તુ સથવાર જેવો લાગે..,
ને ચાલતા ચાલતા અટકું તો મંજીલ જેવો લાગે..,

આંખો જો ખોલુ સવારે તો તુ સપના જેવો લાગે..,
ને સપનામં જો મળું તને તો હકીકત જેવો લાગે..,

નયનો મારા પલકારું તો તુ નજરો જેવો લાગે..,
ને હોઠ જો કરડુ મારા તો ચુંબન જેવો લાગે..,

પલડે મારું તન તો તુ ભીનાશ જેવો લાગે..,
લપેટાઉ હું જો વસ્ત્રમાં તો સ્પર્શ જેવો લાગે..,

ભીડમાં જો હું મુંજાઉ તો તુ નિરવતા જેવો લાગે..,
ને આમ એકલા એકલા હરખાઉ તો આ "કવિતા" જેવો લાગે..,

એક અરસા પછી મળે તોય દરરોજ જેવો જ લાગે..,
ને કેટલેય દૂર કેમ ના હોય મારા અંદર સમાયેલો લાગે.

પ્રેમ- પરીચય

તમને દૂર થી જોયા ની વ્યથા કહું છું..
પણ સ્વર્ગ ને માણ્યા ની મજા કહું છું...

અમથા રૂ ના પુમડા ની શુ વિસાત..
ટપક્યા તમે અત્તર બની તેથી ખુદને હવે..
હું "સુગન્ધિત" કહું છું...

રસ્તે રખડનારા નું સ્થાન શુ..??
બન્યા તમે મન્જીલ મુજની તેથી ખુદને હવે..
હું "મુશાફીર" કહું છું...

કાગળ પર સાહી ખરડનાર ઘણા છે...
મળ્યા તમે કવિ-શબ્દ બની તેથી ખુદને હવે..
હું "કલાકાર" કહું છું...આ જે છે..

એ હું પ્રેમમાં પડ્યા ની મજા કહું છું..
સાથે..દિલ "ના" જીત્યા એની સજા કહું છું.