Thursday, March 20, 2008

મુઠ્ઠીભર ગુલાલ

જિંદગીએ એમ તો ઘણાં રંગ છાંટ્યા
ને પ્રયત્નો કરી જોયા મને રંગીન બનાવા ના,
ક્યારેક નીલો તો ક્યારેક પીળો,
આસમાની અને ક્યારેક કાળો,
કેસરી ને પછી ક્યારેક લીલો,
જાંબુડી ને શ્વેત પણ ક્યારેક,
પણ તે છાંટ્યો હતો ને એક વાર મુઠ્ઠીભર ગુલાલ!
એ હજી સાચવ્યો છે હોં મેં હૃદયમાં,
હર વર્ષે હોળી આવે થોડો વહાવી દઉં છું રક્તમાં..
કદાચ એટલે જ રહું છું હું ગુલાબી, હમેંશા.

Sunday, March 16, 2008

જાણે એક વ્હાલા બાળકની વર્ષગાંઠ..

આપણાં કુટુંબનું કોઈ બાળક સરસ નામના મેળવે ને લોકો એના વખાણ કરતા થાકતા નાં હોય તો આપણે કેવું ગૌરવ અનુભવીએ..હેને..?અને હરખાઇ એ કે આપણે આવા કુટુંબના સદસ્ય છીએ..આપણા બધાંનું એક કુટુંબ જ તો બની ગયું છે અહીં..તો આપણા આ કુટુંબના એક બહુ લાડીતા ને માનીતા એવા "રણકાર" નો આજે જન્મદિન છે..જુઓ એક વર્ષ પુરુ થયાની ખુશીમાં નવી નવી વાવા પહેરી આપણી સાથે "birthday" મનાવા આવી ગયું છે..તો ચલો મનાવીએ "રણકાર"(www.rankaar.com) નો જન્મદિન..


તારા જેવા સરસ મજાના ગીતો ગાતા તો મને નથી આવડતું "રણકાર"..
પણ આજની આ વાસંતી વાયરા જેવી પોસ્ટ તને...ઉપહારમાં...પાનખર ખરી ખરીને પડી રસ્તાની કિનાર પર,
ને વસંત આવી બેસી ગઈ હરેક શાખ પર,

આમ્રમંજરી મહોરી ઊઠી આંબાના વદન પર,
ને કેસૂડો મધમધતો થયો ફાગણની આશ પર,

પેલા પીળા ફૂલો વળગી પડ્યાં ગરમાળાના વાન પર,
કોયલડી જુઓ ટહુકવા લાગી મોહીને વસંતી વા પર,

ને હું શબ્દો આવરવા લાગી એક એવી નૈતિક ચાહ પર,
કે સદા છવાયેલી રહે વસંત આપ સૌની જીવન રાહ પર.આ પ્રસંગે "રણકાર" ના કર્તાહર્તા એવા નિરજ શાહ ને ક્યાંથી ભુલાય,આપણા માંથી ભાગ્યે જ કોઈ હશે જે નિરજ ને નહીં ઓળખતું હોય..બરાબર..!

તો આપણા સૌ વતી, અનુભવાતો એના માટેનો ભાવ આવી ચાર લિટી માં હું પ્રદર્ષીત કરીશ કે..."એક માણસ એવો મજાનો મળ્યો,
મિત્રનાં રૂપમાં જાણે કે ખજાનો મળ્યો,
આવ્યા જ્યારથી સબંધમાં એની સાથે,
એક અનોખો જાણે કે જમાનો મળ્યો"


ખૂબ ખૂબ શુભ કામનાઓ તમોને નિરજ,

મારા અને દિવ્ય-ભાવ તરફથી..

Saturday, March 8, 2008

અમે પાંખ વગરનાં પતંગા.

એમતો હું અનેક જાતની ભાવનાઓ અંહી મુકવા પ્રયત્ન કરું છું..પણ આજે વુમન્સ ડે..એટલે,જરા સ્ત્રી તરીકે સ્ત્રીના પક્ષમાં.એવુ નથી કે પુરુષોને તકલીફ ન હોય,એમને પણ દર્દ હોય છે જ,ને એ પણ બધું જ નિભાવતા હોય છે..પણ સ્ત્રી માટે નો ખાસ દિવસ છે જ તો..લાભ લઉ છું અને નિચેની ત્રણ રચનાઓ.."Women's Day Special" તરીકે..

To,
All the ladies on earth..and universe..

અમે પાંખ વગરનાં પતંગા,
અમે પાંખ વગરનાં પતંગા,

રસોડાનાં રાણી અમે,
રોજ દીવાનખંડ સજાવતાં,
બારી માંથી મન બહાર મોકલી ને,
અમેતો બધે જ ફરી ને આવતાં,

અમે પાંખ વગરનાં પતંગા,
અમે પાંખ વગરનાં પતંગા,

શમણાનાં બાગમાં વિહરતાં અમે ને,
આશાઓ ના પવનમાં ઊડતાં,
મનોબળની સુવાસ અમેતો,
ચારે કોર ફેલાવતા,

અમે પાંખ વગરનાં પતંગા,
અમે પાંખ વગરનાં પતંગા,

સહુંની વાતો માનતા અમે ને,
સહું ને વહાલા બનાવતાં,
સ્થાન ન મળે તો પણ અમેતો,
બધેજ સ્થિરતા રાખતા,

અમે પાંખ વગરનાં પતંગા,
અમે પાંખ વગરનાં પતંગા.

કકું..ક્યાંક ખોવાઈ ગઈ.

કુંજલ...જરા જોતો દાળ થઈ ગઈ છે..?
અરે...!આજે આંઠ તારીખ થઈ...?
કુંજલ આ ઈસ્ત્રીવાળાનો હિસાબ બાકી છે..?
કુંજલ કાકી..કુંજલ કાકી...મારું બૉર્નવીટા..?
કુંજલ:આપું બેટા..
અરે..ઓ..કુંજલ..અંદરનાં કબાટની ચાવી જોઈ?
કુંજલ: હા..ભાભી ગાદલા નીચે મૂકી.
છોટી ભાભી સાબુંન ખતમ હો ગયા..નિકાલ દોના...
હાં..દેતી હું..
કુંજલ ડાર્લીંગ...મારો નાસ્તો..કેટલી વાર..?
કુંજલ: બે મિનિટમાં આપું બસ..
ટિપોઈ પર પડેલા છાપાંની હેડ લાઈન...
"આજે વુમન્સ ડે...તમે કેવી રીતે મનાવશો?"
મારી વહાલી ભાભી..છાપું પછી જુઓને..
મારું ટોપ નથી મળતું..તમે જોયું..?
કુંજલ:જોઈ આપું હમણાં જ..
ટ્રીંગ..ટ્રીંગ...ટ્રીંગ..ફોનની રીંગ,
હેલ્લો..હું..પિનું..તમે કોણ..?
હેલો..હું માનસી બોલું,મારે કકું સાથે વાત કરવી છે,
કકું..એ કોણ છે...??..દાદા..વાત કરો ને..
હેલો...હાંજી..
જી નમસ્તે..હું માનસી,યુ.એસ.થી..
મારે કકું..આઈ મીન કુંજલ સાથે વાત કરવી છે,
હા એક મિનીટ..કુંજલ તમારો ફોન..
કુંજલ:હેલો..
હાય..કકું..હું માનસી..હું સુરત આવી છું..
અલી કકું..શું કરે છે??ક્યાં ખોવાઈ ગઈ છે??
કુંજલ:(મનમાં)હું તો અંહી જ ઊભી છું..પણ..
કકું....,કકું..ક્યાંક ખોવાઈ ગઈ.

પતંગ જેવી જ ગઈ જિંદગી મારી,
એક ઠુમકે કોઈએ ચગાવી લીધી,
ના આવડ્યું ચગાવતા તો ઉતારી લીધી,
સ્થીર રહી તો સેલની મજા લીધી,
ડબુકવા લાગી થોડી તો પેચની સજા દીધી.

Wednesday, March 5, 2008

કેટલાક શેર:

**** દ્વાર હૃદયનાં રાખ્યા સદાય સળગતા એ માટે,
ના તો એ બહાર નીકળી શકે,
કે ના કોઈ બિજું અંદર જઈ શકે.

****લાગણીઓ એમના માટેની છે ચોમાસાની જીવાત જેવી,
એક સામટી હૃદયમાં ઉભરાય છે ને આખા શરીરે ગલગલીયા કરી જાય છે.

****એક હતી વસંત એમા હોંશે હોશેં ખીલી ગયા,
હવે રાહ જોવાય છે પાનખરની કે..ક્યારે ખરીયે
ને કોઈ આવી વિણી જાય.

****ઠેસ જરીક વાગી તો પ્યાલો આખો ઢોળાઈ ગયો,
જરા જો આવી નિંદર એમા સપનાથી ભરાઈ ગયો.

હાલ એવા પણ નથી

હાલ એવા પણ નથી જે વર્ણવી ના શકું,
પણ એમ કંઈ સહેલાઈથી શબ્દવી ના શકું,

એક લાગણી જે બધાંઈ શકે નહી તાંતણે,
થોડી મૂંઝવણને કારણે એને ગુંચવી ના શકું,

હોઠ જે સદાયથી રમે છે હાસ્યની વચ્ચે,
એમ એક જ દાવમાં એને હરાવી ના શકું,

રાખું હું મન ભલે બાળક જેવું જ પણ,
"પ્રેમ"ને તો રમકડું સમજી ભુલાવી ના શકું.