Sunday, March 16, 2008

જાણે એક વ્હાલા બાળકની વર્ષગાંઠ..

આપણાં કુટુંબનું કોઈ બાળક સરસ નામના મેળવે ને લોકો એના વખાણ કરતા થાકતા નાં હોય તો આપણે કેવું ગૌરવ અનુભવીએ..હેને..?અને હરખાઇ એ કે આપણે આવા કુટુંબના સદસ્ય છીએ..આપણા બધાંનું એક કુટુંબ જ તો બની ગયું છે અહીં..તો આપણા આ કુટુંબના એક બહુ લાડીતા ને માનીતા એવા "રણકાર" નો આજે જન્મદિન છે..જુઓ એક વર્ષ પુરુ થયાની ખુશીમાં નવી નવી વાવા પહેરી આપણી સાથે "birthday" મનાવા આવી ગયું છે..તો ચલો મનાવીએ "રણકાર"(www.rankaar.com) નો જન્મદિન..


તારા જેવા સરસ મજાના ગીતો ગાતા તો મને નથી આવડતું "રણકાર"..
પણ આજની આ વાસંતી વાયરા જેવી પોસ્ટ તને...ઉપહારમાં...



પાનખર ખરી ખરીને પડી રસ્તાની કિનાર પર,
ને વસંત આવી બેસી ગઈ હરેક શાખ પર,

આમ્રમંજરી મહોરી ઊઠી આંબાના વદન પર,
ને કેસૂડો મધમધતો થયો ફાગણની આશ પર,

પેલા પીળા ફૂલો વળગી પડ્યાં ગરમાળાના વાન પર,
કોયલડી જુઓ ટહુકવા લાગી મોહીને વસંતી વા પર,

ને હું શબ્દો આવરવા લાગી એક એવી નૈતિક ચાહ પર,
કે સદા છવાયેલી રહે વસંત આપ સૌની જીવન રાહ પર.



આ પ્રસંગે "રણકાર" ના કર્તાહર્તા એવા નિરજ શાહ ને ક્યાંથી ભુલાય,આપણા માંથી ભાગ્યે જ કોઈ હશે જે નિરજ ને નહીં ઓળખતું હોય..બરાબર..!

તો આપણા સૌ વતી, અનુભવાતો એના માટેનો ભાવ આવી ચાર લિટી માં હું પ્રદર્ષીત કરીશ કે...



"એક માણસ એવો મજાનો મળ્યો,
મિત્રનાં રૂપમાં જાણે કે ખજાનો મળ્યો,
આવ્યા જ્યારથી સબંધમાં એની સાથે,
એક અનોખો જાણે કે જમાનો મળ્યો"


ખૂબ ખૂબ શુભ કામનાઓ તમોને નિરજ,

મારા અને દિવ્ય-ભાવ તરફથી..

7 comments:

Anonymous said...

wahhhhhhhh

aanathi sari shubhechcha,
aanathi saras gift hoi j n sake .khub saras digisha..
amara badha vati thanksssssssss

Krishna The Universal Truth.. said...

wahhh khubaj saras che digishaji bahu j mast che anathi sari shubhechcha duniya ma nahi hoy realy nice.....

Unknown said...

દિગી,
ખુબ જ સરસ રીતે શુભેચ્છા આપી છે તે.. સરસ રચના.. અને ખાસ કરી ને ''નીરજ'' માટે તે જે લખ્યું છે ને..એ સાચ્ચે જ સરસ અને સાચુ છે..!ચેતુદીદી ના ઉપહાર મા પણ મેં એ જ વાત કરી..કે આ તે કેવું અનોખું બંધન છે આપણા બધાનું...!!

...* Chetu *... said...

ખૂબ જ સરસ.... આપણે બન્ને એ નીરજભાઇ ને અલગ અલગ રીતે ઉપહાર અપ્યો.. પણ હૈયાનો ભાવ તો એક જ છે..આપણા બધા વચ્ચે આ 'અનોખુંબંધન' અને મૈત્રી કેરા 'દિવ્ય ભાવ'ના 'ધ્વની'નો રણકાર આ પૃથ્વી '(ધારીણી)'ના સૂર દ્વારા પૂરા બ્રંહ્માંડમાં આમ જ સદાય રણકતો રહે એ જ પ્રાર્થના છે શ્રીજી પાસે..!

નીરજ શાહ said...

પ્રિય દિગીશા,

અમૂલ્ય ભેટ. આપણી મૈત્રી આમ જ અતુટ રહે તેવી અભ્યર્થના.

Ketan Shah said...

Best wishes to Rankar on his first birthday.

Compliments to Chetnabenfor such a nice musical uphaar & Digisha for such a beautiful poetic uphaar to one of my favourite site Rankar.

Anonymous said...

a