Wednesday, February 13, 2008

હું તને જ ચાહું છું

valentineday special....

પ્રેમીઓ માટેનો આ પ્રેમ ભર્યો દિવસ...દિલમાં પ્રેમ જગાવી જાય છે..
એમ તો કંઈ જરૂરી નથી કે આજ દિવસે પ્રેમ વ્યક્ત થાય પણ..
સહું કોઈ ને પ્રેમની કટારી તો વાગી જ હોય છે,
ને આવા દિવસે એ કટારીએ આપેલું મીઠું મીઠું દર્દ યાદ આવી જાય છે..
તો રજું કરું છું આ બે પ્રણય કાવ્ય.



હું તને ધારું તો હું તને જ જોઉં છું,
હોય આસ-પાસ હવા છતા,
હું તને જ શ્વસું છું,
અનેક મુલાકાત પછી પણ,
હું તને જ શોધું છું,
ચહેરાઓનાં આ જંગલમાં,
જાણે હું તને જ જાણું છું,
હું તને વિચારું જો તો હું તને જ લખું છું,
મેળવું અનેક રૂપમાં તને પણ,
હું તને જ યાચું છું,
તું છે હ્રદય સામ્રાજ્ઞી,
હું તને જ ચાહું છું,
તું છે મારાં રોમ રોમમાં,
હું તને જ જીવું છું.

પ્રેમ-પત્ર

તારો પ્રેમ તો મને હમેંશા મળવાનો જ છે,
છતા આજે હું એક પ્રેમ-પત્ર લખું છું,
પ્રેમી તો તારો હું કાયમનો છું,
આજે આશીક બનવા ઇચ્છું છું,
રોજ જ તારી સાથે પ્રેમ કરું છું,
પણ આજે અલગ પ્રેમ વ્યક્ત કરવા માગું છું,
રાતનાં તો બહું નીંદર આવી જાય છે,
એટલે દિવસમાં સપનાં જોઉં છું,
સપના તો ખેર તારા જ હોય ને,
ભૂલથી કોઈ બીજી આવી જાય તો...
તને એની સાથે લડતાં જોઉં છું,
તું મારા માટે સૌંદર્યની મૂરત છે,
તને જોવાની હું રોજ મજા લૂટું છું,
શરીરથી તો અત્યારે તારાથી દૂર છું,
પણ મનથી તારી આસ-પાસ જ ફરું છું,
તને ખૂશ કરવાનાં અવસર હું વારંવાર ચૂકું છું,
પણ આજે આ બધું લખી સાટું વળવા માગું છું,
તુ કમળ બની ને ખિલજે આજે..,
હું ભમર બની ને આવું છું,
શબ્દોની આવી જાળ બિછાવી..
તને જ તો ફાંસવા મથું છું,
ખુશ થઈને આ કાગળ ને ના ચુમતી..
થોડીક ક્ષણ રાહ જો..
હું હમણા જ આવું છું.

Saturday, February 9, 2008

એક ઝરણું

શાંત છે,શ્વેત છે,નિર્મળ પણ છે,
ને છે જરા ખારાશ એના સ્વભાવમાં,
પણ નથી કશો ખળભળાટ એના અવાજમાં,

શકુન છે,હળવાશ છે,એમા ભાર પણ છે,
ને છે હ્રદયની ઊર્મિઓ એના વલણમાં,
પણ નથી કોઈ ઉછળ કુદ એના વહેણમાં,

લીપાઈ જાય છે ક્યારેક કોઈ રેશમી રૂમાલમાં,
કાંતો ઝીલાય છે એ કોઈના કુમળા હાથમાં,
છે શું એ..આવ્યું કંઈ તમારા ખ્યાલમાં..?
અરે!એ છે એક ઝરણું જે ફૂટે છે આંખમાં.