Monday, July 30, 2007

સનમ....

ક્યારેક મળી જવાય જો ભુલથી..સનમ,
લાગશે એમ બંદા પાસે જાણે ખુદા આવે,

ક્યારેય ના મળે તમને દર્દ..સનમ,
દિલમા તારા માટે એજ દુઆ આવે,

બે ઘડી ઝંખી લઉ છુ તને..સનમ,
પછી ભલે નશીબમાં વેદના આવે,

સીધી રહે તારી જીવન-સફર..સનમ,
અમારે ભલે વળાંક વારં-વાર આવે,

લઇ જઇશ પોતાને હું એટલે દૂર..સનમ,
કે મને મળવા ના ખુદ "હુ" આવે,

પાનુ ફેરવી લેજે પ્રેમથી..સનમ,
જો ક્યારેક નજરમાં મારી વાર્તા આવે.

Sunday, July 29, 2007

"આભાષ"

નજરો સામે ખુલ્લુ આકાશ છે,
ને મન માં શુન્યાવકાશ છે,

કોઇયે ના સાંભળે સાદ મારો,
એટલે દૂર મારો રહેવાસ છે,

ફરી જાય છે મારી મંજીલ પણ મળ્યા પછી,
હવે રસ્તા નેય મારા માટે ક્યાં નવરાશ છે,

તાળા મારે છે હવે તો દિલબર પણ હ્રદય પર,
જુઓ તિજોરીઓ માં રાખે એમના શ્વાસ છે,

દેખાય છે અંહી મારો હસતો ચહેરો હંમેશા,
અફસોસ એ તમને થતો એક આભાષ છે

Thursday, July 26, 2007

મુંજાય..ઇર્ષાય..તોય, પ્રેમ્.

લપસ્યા તો હતા બન્નેવ ઢાળ પરથી,
તો તુ અથડાય આમ-તેમ..
ને હું તને આમજ જોતી રહું..?

હું ક્યાંથી એમ મન મનાવુ,
કે તુ ઘસાય પથ્થર બનીને..
ને હું નદી ની જેમ વહેતી રહું..?

વિશાળતા હ્રદયની તો બન્નેવે દાખવી,
હવે તુ એકલતા ભોગવે..
ને હું લાગણીઓ ઉજવતી રહું..?

હાથ પકડી ને તો મઝધારમાં પહોંચ્યા,
તુ હવે ડુબતો જાય ને..
હું તારી સામે તરતી રહું..?

વિહર્યા તો હત બન્નેવ ગગન સુધી,
હવે તરી પાંખ જો કપાતી જાય..
તો હું વાદળોને રોજ ચુમતી રહું..?

તારી સમજૂતીઓ તો મુંજવી જાય મને,
કેમ તુ આમ ભુસાતો જાય..
ને હું તાજુ પરોઢ બની છપાતી રહું..?

સવાલો મારા હું કઇં એમ ભુલીશ નહિ,
બલિદાન ના બિરૂદ તુ એકલો મેળવે..
ને હું એમા કેમ અળગી રહું..?

Wednesday, July 25, 2007

વ્યથા..

પંહોચાય હવે જ્યાં ચાંદ સુધી તો જુગનુઓ ની શોધ કોણ કરે?
જન્મારો બની રહે અંહિ પુસ્તક જેવો,એનુ વિમોચન હવે કોણ કરે?

બની જાય અંહિ રાતો રંગીન તો ઢળતો સૂરજ અસર કોને કરે?
રહેવાય હવે ઊચી ઇમારતો માં,હવે ઓટલો વાર્તાલાપ કોને કરે?

મનાવાય હવે એકલતા શોખથી તો મિજબાની ની ગોઠવણ કોણ કરે?
અપનાવાય અંહિ પારકા રીતી-રીવાજ,ત્યાં લગણીઓની મથામણ કોણ કરે?

સબંધ છે માત્ર ધરતી સાથે તો આ ઝુકેલા નભ નું વાંચન કોણ કરે..?
સમજણ છે અંહિ માત્ર મરણ સુધીની,ત્યાં હવે જીવન ની ફીકર કોણ કરે?

Thursday, July 19, 2007

દરિયો...

ઘુઘવાય આ દરિયો...કેવો ઘુઘવાય આ દરિયો...
મારા મનમા વલોવાય તારા અહેસાસનો દરિયો..

રાખજે થોડી નિશાનીઓ..મારા આંગળીઓ ના સ્પર્શની..
કે ઘાયલ કરી ગયો હતો, મને તારી ઉડતી કેશુઓ નો દરિયો..

કેવુ લોભી ગયુ હતુ એ..એક સ્મિત તારા હોઠોં પર નું..
કે તરવૈયો બનાવી ગયો, મને તારા ખંજનો નો દરિયો..

કંપન છે હજીય શરીરમા.. તને મલ્યા પછી કશીક..
કે હૈયુ થીજાવી ગઇ મારુ, તારી એક મુલાકાત નો દરિયો..

કસ્તુરીસી મહેક માંણી મેતો..તારા તન માથી..
કે તુફાને ચડ્યો ત્યારે,મારા યૌવન નો દરિયો..

આંજણ આંજીને રાખજે..સદાય પાંપણો પર..
કે કિનારે કિનારે અથડાઇ, ટપકી નાં પડે મારા પ્રેમનો દરિયો..

Thursday, July 5, 2007

આમ કેમ થાય છે..

કોણ જાણે કેમ..
હજીયે..આમ થાય છે..?

મેળવ્યુ તો છે,ઘણું ય..
પણ કેટલુય ખુટતુ જાય છે..

તારી સુવાસ હજીયે..
મને કેમ મહેકાવી જાય છે...?

હું તો તરસી નથી..
પણ તારી લાગણીઓ પીવાય જાય છે..

મન મારુ હજીયે...
કેમ તારા તરફ ખેંચાય છે...?

મૃત્યુ નો તો ડર નથી..
એટલે જ આ જીવન જીવાય જાય છે..

મળે છે અગર તને ખુશીઓ..
તો આનંદ મને જરૂર થઇ જાય છે..

પણ ક્યારેક વિતાવેલી એ ક્ષણો...
વર્તમાન ને કેમ ગુંચવી જાય છે...?