Sunday, July 29, 2007

"આભાષ"

નજરો સામે ખુલ્લુ આકાશ છે,
ને મન માં શુન્યાવકાશ છે,

કોઇયે ના સાંભળે સાદ મારો,
એટલે દૂર મારો રહેવાસ છે,

ફરી જાય છે મારી મંજીલ પણ મળ્યા પછી,
હવે રસ્તા નેય મારા માટે ક્યાં નવરાશ છે,

તાળા મારે છે હવે તો દિલબર પણ હ્રદય પર,
જુઓ તિજોરીઓ માં રાખે એમના શ્વાસ છે,

દેખાય છે અંહી મારો હસતો ચહેરો હંમેશા,
અફસોસ એ તમને થતો એક આભાષ છે

3 comments:

...* Chetu *... said...

very nice words..! keep it up..

નીરજ શાહ said...

ખુબ જ સુંદર રચના... ખુબ જ ગમી.... જોડે શ્રી તુશાર શુક્લની બે કડી યાદ આવી ગઇ.

ટળવળતી માછલીએ રણને કહ્યું કે
અહીં આસપાસ જળની સુવાસ છે.
ઊંટોની આંખોમાં રેતીનું સરનામું
પાણીનો ભીનો આભાસ છે.

તરસ્યા આ હોવાના કોરા આકાશમાં
આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને
હવે ભીજાવું એ તો આભાસ છે

Tej said...

keep it up mate
nicely arranged words