Saturday, March 8, 2008

કકું..ક્યાંક ખોવાઈ ગઈ.

કુંજલ...જરા જોતો દાળ થઈ ગઈ છે..?
અરે...!આજે આંઠ તારીખ થઈ...?
કુંજલ આ ઈસ્ત્રીવાળાનો હિસાબ બાકી છે..?
કુંજલ કાકી..કુંજલ કાકી...મારું બૉર્નવીટા..?
કુંજલ:આપું બેટા..
અરે..ઓ..કુંજલ..અંદરનાં કબાટની ચાવી જોઈ?
કુંજલ: હા..ભાભી ગાદલા નીચે મૂકી.
છોટી ભાભી સાબુંન ખતમ હો ગયા..નિકાલ દોના...
હાં..દેતી હું..
કુંજલ ડાર્લીંગ...મારો નાસ્તો..કેટલી વાર..?
કુંજલ: બે મિનિટમાં આપું બસ..
ટિપોઈ પર પડેલા છાપાંની હેડ લાઈન...
"આજે વુમન્સ ડે...તમે કેવી રીતે મનાવશો?"
મારી વહાલી ભાભી..છાપું પછી જુઓને..
મારું ટોપ નથી મળતું..તમે જોયું..?
કુંજલ:જોઈ આપું હમણાં જ..
ટ્રીંગ..ટ્રીંગ...ટ્રીંગ..ફોનની રીંગ,
હેલ્લો..હું..પિનું..તમે કોણ..?
હેલો..હું માનસી બોલું,મારે કકું સાથે વાત કરવી છે,
કકું..એ કોણ છે...??..દાદા..વાત કરો ને..
હેલો...હાંજી..
જી નમસ્તે..હું માનસી,યુ.એસ.થી..
મારે કકું..આઈ મીન કુંજલ સાથે વાત કરવી છે,
હા એક મિનીટ..કુંજલ તમારો ફોન..
કુંજલ:હેલો..
હાય..કકું..હું માનસી..હું સુરત આવી છું..
અલી કકું..શું કરે છે??ક્યાં ખોવાઈ ગઈ છે??
કુંજલ:(મનમાં)હું તો અંહી જ ઊભી છું..પણ..
કકું....,કકું..ક્યાંક ખોવાઈ ગઈ.

5 comments:

Krishna The Universal Truth.. said...

digishaben rachana to badhij sambhaliye ane vanchie chie pan ankh bhini thay evi bahu ochi hoy che tame kanku nu kahyu ane mane maro mom yaad avi gai shu enu pan amaj hashe thanks tame mane javabdari nibhavani ek biji tak shikhvadi thank you very much

bahuj saras che....

...* Chetu *... said...

ખરેખર ... નારી નું વ્યક્તિત્વ " એક " ના રહેતા પરીવાર માં ભળી જાય છે .... એટ્લે બધાને એમ થાય છે કે ક્યાક ખોવાઇ ગઇ..!.. પણ આપણા આમ્ ખોવાઇ જવાથી પરીવાર બહાર ઉભરે છે એ સત્ય છે...!!

સુરેશ જાની said...

સાચું કહું? તમારી આ ભાવ અભીવ્યક્તીથી મને મારી ઈવડી એ યાદ આવી ગઈ.
અમારે બહાર જવાનું હોય ત્યારે નાહીને આવું ત્યારે મારા પહેરવાનાં કપડાં તૈયાર પડ્યા હોય.ક્યાં કેવાં કપડાં પહેરવા તેની મને કશી ખબર ન પડે.

Unknown said...

દોસ્ત ..તને શુ કહુ હવે..!! આંખો ભીની કરાવવાની તને આદત પડી ગઇ છે. વાત માં આમ કાંઇ જ નહી અને આમ ઘણુ બધુ...good one dear.. HAPPY WOMEN'S DAY...

Anonymous said...

Bharatiya nari tane mara lakho pranamo