Thursday, June 14, 2007

કૃષ્ણ પ્રેમ્

લાવ હથેળી શ્યામ લખી દઉં..
લાવ હથેળી શ્યામ લખી દઉં..

હૈયે હરીવર નામ લખી દઉં..
આંગળી ઉપર આતમ પ્યારે..
કર ઉપર કિરતાર લખી દઉં..

ગાલો પર ગોવિંદ લખી દઉં..
મુખ ઉપર માખણ ખાનારો..
ભુજ ઉપર ભગવંત લખી દઉં..

અલ્કાવલી પર અલખ લખી દઉં..
કુંડળ ઉપર કમલનયન ને..
નથ ઉપર શ્રીનાથ લખી દઉં..

પાલવ પર પ્રીતમજી લખી દઉં..
શ્રાવણી મનની ભીંતર મોહન..
ચૂંદડી પર ચિત્ત ચોર લખી દઉં..

નાસિકા પર નંદલાલ લખી દઉં..
કણ કણ ઉપર કૃષ્ણ કૃપાળુ..
રોમ રોમ રસરાજ લખી દઉં..

લાવ હથેળી શ્યામ લખી દઉં..
લાવ હથેળી શ્યામ લખી દઉં.

-પ્રેરણા..શ્રી ઈદિરા બેટીજીના લખાણ માંથી.

1 comments:

Anonymous said...

શ્રાવણી ઉર્ફે ઈંદિરા બેટીજીનું આ ભજન ખૂબ જાણીતું અને કર્ણપ્રિય છે.