એમતો હું અનેક જાતની ભાવનાઓ અંહી મુકવા પ્રયત્ન કરું છું..પણ આજે વુમન્સ ડે..એટલે,જરા સ્ત્રી તરીકે સ્ત્રીના પક્ષમાં.એવુ નથી કે પુરુષોને તકલીફ ન હોય,એમને પણ દર્દ હોય છે જ,ને એ પણ બધું જ નિભાવતા હોય છે..પણ સ્ત્રી માટે નો ખાસ દિવસ છે જ તો..લાભ લઉ છું અને નિચેની ત્રણ રચનાઓ.."Women's Day Special" તરીકે..
To,
All the ladies on earth..and universe..
અમે પાંખ વગરનાં પતંગા,
અમે પાંખ વગરનાં પતંગા,
રસોડાનાં રાણી અમે,
રોજ દીવાનખંડ સજાવતાં,
બારી માંથી મન બહાર મોકલી ને,
અમેતો બધે જ ફરી ને આવતાં,
અમે પાંખ વગરનાં પતંગા,
અમે પાંખ વગરનાં પતંગા,
શમણાનાં બાગમાં વિહરતાં અમે ને,
આશાઓ ના પવનમાં ઊડતાં,
મનોબળની સુવાસ અમેતો,
ચારે કોર ફેલાવતા,
અમે પાંખ વગરનાં પતંગા,
અમે પાંખ વગરનાં પતંગા,
સહુંની વાતો માનતા અમે ને,
સહું ને વહાલા બનાવતાં,
સ્થાન ન મળે તો પણ અમેતો,
બધેજ સ્થિરતા રાખતા,
અમે પાંખ વગરનાં પતંગા,
અમે પાંખ વગરનાં પતંગા.
Saturday, March 8, 2008
અમે પાંખ વગરનાં પતંગા.
Posted by હું.. દિગીશા શેઠ પારેખ, at 1:03 PM
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
સહુંની વાતો માનતા અમે ને,
સહું ને વહાલા બનાવતાં,
સ્થાન ન મળે તો પણ અમેતો,
બધેજ સ્થીરતા રાખતા,
aa bahu gamyu digisha ji bahu saras rachana che
HAPPY WOMAN'S DAY
નારી તુ નારાયણી....!
bahu saras chhe....sarahniy prayas chhe ..ane bhasha bahu j saras chhe
Ashok
સહુંની વાતો માનતા અમે ને,
સહું ને વહાલા બનાવતાં,
સ્થાન ન મળે તો પણ અમેતો,
બધેજ સ્થિરતા રાખતા,
Bahu j Saras rachana che.
Hope u had enjoyed Women's day !
WE RESPECT & SALUTE WOMEN
I have included your blog in ફોર એસ વી - સંમેલન http://www.forsv.com/samelan/
"પાખ વગરની પરી" જેવુ લાગે છે.
શુ સમર્પનણ ની ભાવના આલેખી છે.
વાહ વાહ સુંદર રચના છે.
-કુશલ "નિશાન" દવે..
સહુંની વાતો માનતા અમે ને,
hhhhhhhhhhhhhhhhhh
kya jaiye??????/
Post a Comment