Friday, November 16, 2007

મુક્તક (ભાગ-૨)

હવે એટલો તો હું શુ વિચાર કરું,
હાર્યા નો કેમ ના સ્વીકાર કરું,
ભોંકાય છે હર પગલે કંટક જ્યાં,
એ ઉપવન માં કેમ હું વિહાર કરું.

આવડત કેટલીયે ભેળવું તોય ગઝલ બનતી નથી,
શબ્દો ને કેટલાયે રમાડું તોય ગઝલ બનતી નથી,
સૂરા કેટલીયે ઉતારું ઉરમાં તોય ગઝલ બનતી નથી,
ના હોય જો તારો અણસાર એમાં તો ગઝલ બનતી નથી.

બીજુ કંઇ નથી તો આજે હથેળી ધરું,
હોય ભલે કાણી ગુલાબી કરીને ધરું,
મહેંદી ચિતરી દે એ આશથી ધરું,
રેખામાં વંચાય તારું નામ એમ ધરું.

6 comments:

Anonymous said...

very nice..!!

Anonymous said...

very nice..!!

...* Chetu *... said...

saras...

Ketan Shah said...

બીજુ કાંઇ નથી તો હથેલી ધરુ
હોય ભલે કાંણી ગુલાબી થઈને ભરુ

તમારી આ રચના બહુ જ ગમી

Shiv@nsh said...

ખુબ સરસ દિગીશાજી....

Anonymous said...

સરસ રચના છે.

http://mehtapreeti.blogspot.com/