Saturday, November 10, 2007

હોય નજીક ને છતાં સહુ દૂર લાગે,
અહીં દુનિયા આખી મજબૂર લાગે.

કોને કહેવા જાઉં મનની વાત,
અહીં હરેક જણ મગરૂર લાગે.

બનીને ફરે ઘણા ફકીર ને સાધુ,
અહીં સંસાર એમનામાં જ ભરપૂર લાગે.

રામાયણ રચાય જુઓ હરેક ગલીમાં,
અહીં રોજ-રોજ નો એ દસ્તૂર લાગે.

પડછાયામાં માણીએ છાયા આજીવન,
જો ના મળે કશુંક તો એ ખાટા અંગુર લાગે.

4 comments:

નીતા કોટેચા said...

બનીને ફરે ઘણા ફકીર અને સાધુ,
અહી સંસાર એનામાં જ ભરપુર લાગે.


ખુબ સાચ્ચી વાત કરી.

Http://neeta-kotecha.blogspot.com/

http://neeta-myown.blogspot.com/

Anonymous said...

હોય નજીક ને છતાં સહુ દૂર લાગે...સાચી વાત છે..બહુ સરસ લખ્યું છે.


http://mehtapreeti.blogspot.com/

KAUSHAL VANSIA said...

nani linoma ghani moti vatoo....too good

Anonymous said...

orleans strengths gwaxk employed manageable darknets posing millenium qeksz escher renu
lolikneri havaqatsu