Thursday, June 28, 2007

વરસાદ...

આવ્યો રે વરસાદ..આવ્યો રે વરસાદ..
ઝરમર..ઝરમર..આવ્યો રે વરસાદ...

ધરતીની ભીંનાશ લાવ્યો..આ વરસાદ..
ઘાંસની લિલાશ લાવ્યો..આ વરસાદ..

ચાતાકના શ્વાસ લઇ આવ્યો..આ વરસાદ..
મન માં સમાવવા અવ્યો..આ વરસાદ..

મસ્તીમાં ડુબાડવા આવ્યો..આ વરસાદ..
યાદો ની મોંસમ લાવ્યો..આ વરસાદ..

આવ્યો રે વરસાદ..આવ્યો રે વરસાદ..
ઝરમર..ઝરમર..આવ્યો રે વરસાદ...

3 comments:

નીરજ શાહ said...
This comment has been removed by the author.
નીરજ શાહ said...

અત્યારે ભારતમાં ને ખાસ કરીને તારા મુંબઇમાં તો જોરદાર વરસાદ પડે છે.. ત્યારે આ ગીત બરાબર પ્રસંગોનુસારનું કેહવાય.. જો કે અહિં લંડનમાં તો રોજ વરસાદ પડે છે છતાં પણ આ વાંચીને વરસાદમાં ભિંજાવાના એ જુના દિવસો યાદ આવી ગયા.... ખુબ સરસ....

Anonymous said...

નમસ્તે દિગીશાબેન! આજે જ તમારો આ બ્લોગ જોયો... રણકાર પણ આજે પ્રથમ વાર જ જોયો... એના પરથી જ તમારા આ બ્લોગની લિંક પણ મળી.

ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું હાર્દિક સ્વાગત!

ઘણું સરસ લખો છો... અને એ માટે હું તમને મારા 'સહિયારું સર્જન' બ્લોગ પર દર શુક્રવારે અપાતા અઠવાડિક વિષય પર કાવ્યસર્જન કરવાનું હાર્દિક આમંત્રણ છે... ગયા શુક્રવારે 'વરસાદ' વિષય આપ્યો હતો જેમાં તમારી આ રચના મૂકી શકો છો... આ જ બ્લોગ પર ગુજરાતી બ્લોગ જગતની યાદીમાં તમારો બ્લોગ પણ કોમેંટમાં મૂકી દેશો તો મારી યાદીમાં ઉમેરી એને દઇશ.

આશા છે કે આગળ પણ અહીં તમારી ઘણી રચનાઓ માણવા મળશે...

જય ગુર્જરી!

ઊર્મિ
મારી સાઇટ... http://urmisaagar.com