Friday, October 24, 2008

"માં,હવે શું તને એકલું લાગે છે?"

માં,હવે શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

વર્ષો સુધી ટીપે-ટીપે લાગણીઓ તું મને પિવડાવતી,
રોજ સવારે જોઈ મને તું ચહેરો કેવો મલકાવતી,

સ્કુલે જતા વહાલ ભરેલી ચુમ્મિઓ મને આપતી,
ઘરે પાછો ના આવું ત્યાં સુધી ઝાંપે પહેરો રાખતી,

ગુલાબજાબુંની ચાસણી જેવી મમતા તું વરસાવતી,
દોડા-દોડી કરાવું તો ગુસ્સાથી આંખો કેવી તું કાઢતી,

રોજ જ મારું મનગમતું ને ભાવતું ભોજન બનાવતી,
રોટલી ઉપર ઘી રેડી રેડી ને બહું તું મને ખવડાવતી,

ઉડવાનું તું બળ આપતી ને ઉડતા પણ શીખવાડતી,
ઢળી ગયેલા સૂરજ પછીની પરોઢ બનવા જણાવતી,

આજે...જ્યારે હું ઉડી ગયો છું,
પરોઢ બનવા નીકળી ગયો છું,

ત્યારે...માં,શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

6 comments:

Unknown said...

EXCELLENT...ASUSAL..!! NICE TO C U BACK AFTER LONG TIME.

Anonymous said...

દિગી પહેલા તો હુ કહીશ કે હુ બહુહુહુહુહુ જ ખુશ થઇ કે તે પાછું લખવાનું શરૂ કર્યું..

અને તારી વાતો હજી પણ નિરાળી જ છેં....

મે ક્યાંક વાંચ્યું હતુ કે જેનાં હાથ માં પેન ચાલતી હોય એનું મગજ કોઇ દિવસ કાટ ખાતુ નથી ...

એનો આજે અનુભવ થઈ ગયો....

ખૂબ જ સરસ લખ્યું છેં...

ઉડવાનું તું બળ આપતી ને ઉડતા પણ શીખવાડતી,
ઢળી ગયેલા સૂરજ પછીની પરોઢ બનવા જણાવતી,

આજે...જ્યારે હું ઉડી ગયો છું,
પરોઢ બનવા નીકળી ગયો છું,

ત્યારે...માં,શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

Anonymous said...

ઉડવાનું તું બળ આપતી ને ઉડતા પણ શીખવાડતી,
ઢળી ગયેલા સૂરજ પછીની પરોઢ બનવા જણાવતી,

આજે...જ્યારે હું ઉડી ગયો છું,
પરોઢ બનવા નીકળી ગયો છું,

ત્યારે...માં,શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

Empty Nester ne puchho to kaheshe tara vagar badhu sunu ja laage Chhe

...* Chetu *... said...

ekdam hraday sparshi rachana..!!

Jayshree said...

Beautiful poem. I am so touched by it.
I have just lost my son Deepak 24 years old six months,10 days ago and this describes what is in my heart!!!! Soul stirring.
Thank you.
Sunoo to khoob lage, hraday na gha koine nathi dekhadi shakata!!!
My son is in the heavenly abode with the father of us all Bhagwan Shriji Maharaj and that is a great solace!!!

Anonymous said...

dil ne touch thi gai......