Saturday, May 3, 2008

"સાહજીક પ્રેમ"

મિત્રો, પ્રિય ચેતનાબેને એમના બ્લૉગ "અનોખુ બંધન" પર પ્રેમ માટેના આપણા મંતવ્ય રજૂ કરવા મોકો આપ્યો અને એમાં સહુંનાં મંતવ્ય અને વિચારો વાંચી મને થોડી પંક્તિ લખવા મન થયું,આશા છે આ જે સાહજીક ભાવના અને સમભાવ માંથી ઉદભવતી આ લાગણી ને હું અંહી ઢળીશ એ તમને ગમશે.

તુ જ મારા હ્રદયનો ધબકાર છે એવું તો નથી,
પણ છતા તારૂ હ્રદયમાં સ્થાનક તો છે જ,

તું હમેંશા મારા સ્મરણમાં હોય એવું તો નથી,
પણ છતા મારી મધુર યાદોમાં સામેલ તો છે જ,

તું એક જ મારા આનંદનુ કારણ છે એવું તો નથી,
પણ છતા મારા હરેક હાસ્યમાં ભળેલ તો છે જ,

તું મારા જીવન ની રાહ છે એવું તો નથી,
પણ છતા લેવો ગમે મને એવો વળાંક તો છે જ,

તું જ મારો પ્રેમ છે એવું તો નથી,
પણ છતા હ્રદય પૂર્વકની એક ચાહ તો છે જ.






"કહ્યા વગર કે પ્રેમ છે એવી ચાહતમાં શું વેઠ છે?
મઢું નહી શબ્દમાં તો એ બંધન શું ઢેખ છે?"

11 comments:

...* Chetu *... said...

તું મારા જીવન ની રાહ છે એવું તો નથી,
પણ છતા લેવો ગમે મને એવો વળાંક તો છે જ,
wahh .. digi... weldone... keep it up ... congrats...

neetakotecha said...

તું હમેંશા મારા સ્મરણમાં હોય એવું તો નથી,
પણ છતા મારી મધુર યાદોમાં સામેલ તો છે જ

વાહહહહહ દિગીશા

ખુબ સરસ

Ketan Shah said...

આ વખતે સૌથી સારી પંક્તિ ને સીલેક્ટ કરવુ બહુ અઘરૂ લાગે છે,
કારણ એ જ કે આખી રચના જ બહુ જ સરસ બનાવી છે.

jayeshupadhyaya said...

ભુલી જવું ને યાદ ન કરવું બે નો ભેદ સ્પષ્ટ કરતી આ સહજ રચના ગમી

કુણાલ said...

દીગીશાબેન ... ચેતનાબેન ના જ બ્લોગ પરથી આ પોસ્ટ જોઇ ...

સુંદર શબ્દો ... સહજ લાગણીઓ ને ઘણી સરસ રીતે ઢાળી છે ...

તું હમેંશા મારા સ્મરણમાં હોય એવું તો નથી,
પણ છતા મારી મધુર યાદોમાં સામેલ તો છે જ,

મજાના શબ્દો ...

Anonymous said...

તમારો "મન કેરા બાગ" શબ્દ ગમી ગયો
પછી આ પઁક્તી સુઁદર લાગી
તું હમેંશા મારા સ્મરણમાં હોય એવું તો નથી,
પણ છતા મારી મધુર યાદોમાં સામેલ તો છે જ,
અભિનઁદન
પ્રજ્ઞાજુ વ્યાસ

Dhwani Joshi said...

દિગી,
ખુબ જ સરસ રચના છે.. ૧-૧ શેર તે બસ આપણી દોસ્તી ને નામ કર્યા હોય એમ જ લાગ્યું. સલામ.. આપણી આ દોસ્તી ને..આ પ્રેમ ને..
'' તું જ મિત્રતા ની વ્યાખ્યા છે એવું તો નથી જ,
પણ તે સજાવ્યા છે એ દોસ્તી ના રંગ ખોટાનથી જ.

પ્રેમ,સંબંધો અને લાગણી ની અલગ જ દુનિયા છે આપણી,
પણ આપણા અનોખા બંધન ની દુનિયા ય ખોટી તો નથી જ.''


with lots of love..

Harsukh Thanki said...

દિગીશાબહેન,
તમારી ભાવનાઓનો ખજાનો વધુ ને વધુ સમૃદ્ધ બનતો રહે એવી શુભેચ્છાઓ.

RADHEKRISHNA said...

hmmm tuj maro prem che evu nathi,pan chata harday purvakni ek cha to chej ....khubaj saras ...digishaji aapni aa rachana khubaj sundar che

gigabyte said...


અ.........રે...........વાહ દિગીશાબેન તમેતો ખુબજ સારિ વેબ સાઇડ બનાવિ છે


ખુબજ અભિનઁદન

TARUN PATEL said...

Dear Digisha,

I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat.

I have started GujaratiBloggers.com blogging community (http://gujaratibloggers.com/blog/) to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language - the basic criteria will be a Gujarati.

So far I have posted more than 41 profiles of Gujarati Bloggers.

You can see the profiles of the bloggers from Gujarat at http://gujaratibloggers.com/blog/ and http://gujaratibloggers.com.

I invite you to have your profile posted on the community.

I am sure you will find it useful if your profile is posted on GujaratiBloggers.com during its inception.

Please send me the answers to the following questions along with a nice photograph so that I can prepare a good write up on you.

The questions are:

1. Please write 5-8 lines about you, your education and your hobbies.

2. When did you start your first blog?

3. Why do you write blogs?

4. How does blogs benefit you?

5. Which is your most successful blog? dhams.it@gmail.com

6. Which is your most favorite blog?

7. Can I share your email id so that people can write to you? Y / N

I am sure you would find my effort worth considering to feature your profile. Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.

It would be great if you could offer your suggestions for the improvement of this project.

Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.

Have a great day!
--
Tarunkumar Patel

GujaratiBloggers.com/blog

tarunpatel.net

Email: tarunpatel@gujaratibloggers.com