Wednesday, March 5, 2008

કેટલાક શેર:

**** દ્વાર હૃદયનાં રાખ્યા સદાય સળગતા એ માટે,
ના તો એ બહાર નીકળી શકે,
કે ના કોઈ બિજું અંદર જઈ શકે.

****લાગણીઓ એમના માટેની છે ચોમાસાની જીવાત જેવી,
એક સામટી હૃદયમાં ઉભરાય છે ને આખા શરીરે ગલગલીયા કરી જાય છે.

****એક હતી વસંત એમા હોંશે હોશેં ખીલી ગયા,
હવે રાહ જોવાય છે પાનખરની કે..ક્યારે ખરીયે
ને કોઈ આવી વિણી જાય.

****ઠેસ જરીક વાગી તો પ્યાલો આખો ઢોળાઈ ગયો,
જરા જો આવી નિંદર એમા સપનાથી ભરાઈ ગયો.

7 comments:

Krishna The Universal Truth.. said...

are bahuj saaaaaaaaaaarrrrrrrrrrrrrrraaaaaaaaaassssssssss lakhyu che ketketli tarif karu tamari kharekhar adbhut che bahu sundar rite varnavi che man ni paristhiti ..... nice ....

સુરેશ જાની said...

પહેલો શેર બહુ જ સરસ છે. પણ બીજામાં જીવાતની ઉપમા જરા અનુચીત લાગી.

સુરેશ જાની said...

પહેલો શેર બહુ જ સરસ છે. પણ બીજામાં જીવાતની ઉપમા જરા અનુચીત લાગી.

...* Chetu *... said...

very nice Digisha..! KEEP IT UP..

નીતા કોટેચા said...

khub j saras digisha
aam to hamesha saras j hoy che..have navu kaik sodhvu padse comm.nate k su lakhvu..
khub j gami

Ketan Shah said...

**** દ્વાર હૃદયનાં રાખ્યા સદાય સળગતા એ માટે,
ના તો એ બહાર નીકળી શકે,
કે ના કોઈ બિજું અંદર જઈ શકે.


હવે રાહ જોવાય છે પાનખરની કે..ક્યારે ખરીયે
ને કોઈ આવી વિણી જાય.


Vah Vah, vah vah

Sher vanchavani maza aavi gayi

. said...

બહુ સરસ લખાણ છે......
તમારા બ્લોગનિ માહીતિ ક્રિષ્ના એ આપેલ અને મુલાકાત માટે કહેલ....
અશોક કૈલા