Saturday, December 1, 2007

છું હું એક જ..

અનેક સાથે હું રહી લઉં છું,અનેકને હું ચાહી લઉં છું,
છું હું એક જ તોય અનેકને હું સહી લઉં છું,

સૂરજ બની ઊગી લઉં છું,ચાંદની પણ હું અર્પી દઉં છું,
છું હું એક જ તોય ઘણે ઘણે જીવી લઉં છું,

વસંતની જેમ ખિલી લઉં છું,પંખી બની પણ ટહુકી લઉં છું,
છું હું એક જ તોય ચુપ રહી ઘણું સાભળી લઉં છું,

આપવા જતા બધે પૂર્ણતા અધુરો હું જ રહી જઉં છું,
ક્યારેક એવુ પણ બને છે કે અવાક હું રહી જઉં છું,

સૂરજ બની જો ઊગુ તો ઉજાસમાં વહેંચાઇ જઉં છું,
ચાંદની જો અર્પુ તો અંધારે ખેંચાઇ જઉં છું,
પંખી બની જો ટહુકુ તો પાંજરે કોઈનાં પૂરાઇ જઉં છું,

છું હું એક જ તોય અનેકને સહી લઉં છું,
...તોય ઘણે ઘણે જીવી લઉં છું,
...તોય ચુપ રહી ઘણું સાભળી લઉં છું.

6 comments:

Ketan Shah said...

આપવા જતા બધે પૂર્ણતા અધુરો હું જ રહી જઉં છું,
ક્યારેક એવુ પણ બને છે કે અવાક હું રહી જઉં છું,

બહુ જ સરસ કોયડારૂપી રચના છે.આનો ઉત્તર તો મારામત મુજબ 'પ્રભુ' જ હોય.

કેતન

નીરજ શાહ said...

સુંદર રચના... ભાવનાઓની સુંદર શબ્દોથી અભિવ્યક્તી... ખૂબ સરસ...

Anonymous said...

સરસ રચના છે.

Unknown said...

good

Unknown said...

gud yaar...

Rajan Soni said...

jalasa padi gaya tamari gazal vanchi ne... :)