Saturday, October 20, 2007

પ્રેમ-બનાવ.

શરૂથી જ બંધાયેલી છું અહીં તળાવની જેમ,
ને એમાં તને લઇને ફરું છું એક નાવની જેમ,

કેવા પણ વહેણ કેમ ના બદલાય,
વહ્યાં કરું છું મહીં એક તણાવની જેમ,

લાગે છે જ્યારે સ્વયંથી પણ ભય મને,
ત્યારે ખુદને વળગાડુ છું તને લગાવની જેમ,

પ્રેમ તારા ભાગનો રાખ્યો છે મેં હજી અકબંધ,
રોજ યાદ કરી જાઉ છું એને એક બનાવ ની જેમ.

5 comments:

Unknown said...

khub j saras rachna chhe..

Ketan Shah said...

પ્રેમ તારા ભાગનો રાખ્યો છ .....

Excellent one.

Anonymous said...

આ કવીતા પહેલી વખત વાંચી ત્યારથી જ રાહ જોતો હતો કે ક્યારે આવશે દિવ્ય-ભાવ પર! ખૂબ જ સરસ...

Unknown said...

good one

Anonymous said...

સુંદર અભિવ્યક્તિ... આપનો બ્લૉગ પણ સરસ બન્યો છે... કૃતિઓ વાંચવાની મજા આવી... અભિનંદન અને શુભેચ્છાઓ...