Friday, September 21, 2007

રીસાયેલી છે કલમ છતા લખાઇ જાય છે,
રડતા અંતરે પણ શબ્દો રચાઇ જાય છે..

અમારી હથેળી ઓ તો જન્મ થી જ ખાલી છે,
છતા હસ્તરેખાઓ જોઇ આશાઓ ઉભરાઇ જાય છે..

લાગણી ઓ છે એમની નિર્જીવ પથ્થર જેવી,
પણ મારી વેદનાઓ ત્યાં જઇને જ કોતરાઇ જાય છે..

લખતા ખુટી જાય અગર શાહી ક્યારેક તો,
ખૂન પણ આલેખાવા તૈયાર થઇ જાય છે..

વહેતી કરવા બેઠા છીએ આજે ખુશીઓ ની સરીતા,
પણ કોણ જાણે કેમ દર્દ ભરેલી કવિતા રચાઇ જાય છે.

3 comments:

Anonymous said...

શું વાત છે!! નીયમો વાંચી પણ લીધાને સમજીને અમલ પણ કરી દિધો એમ ને... ખૂબ સરસ..

Anonymous said...

AA rachna koni che????

Anonymous said...

AA rachna koni che????