Wednesday, July 25, 2007

વ્યથા..

પંહોચાય હવે જ્યાં ચાંદ સુધી તો જુગનુઓ ની શોધ કોણ કરે?
જન્મારો બની રહે અંહિ પુસ્તક જેવો,એનુ વિમોચન હવે કોણ કરે?

બની જાય અંહિ રાતો રંગીન તો ઢળતો સૂરજ અસર કોને કરે?
રહેવાય હવે ઊચી ઇમારતો માં,હવે ઓટલો વાર્તાલાપ કોને કરે?

મનાવાય હવે એકલતા શોખથી તો મિજબાની ની ગોઠવણ કોણ કરે?
અપનાવાય અંહિ પારકા રીતી-રીવાજ,ત્યાં લગણીઓની મથામણ કોણ કરે?

સબંધ છે માત્ર ધરતી સાથે તો આ ઝુકેલા નભ નું વાંચન કોણ કરે..?
સમજણ છે અંહિ માત્ર મરણ સુધીની,ત્યાં હવે જીવન ની ફીકર કોણ કરે?

2 comments:

...* Chetu *... said...

Most wel-come to gujarati blog jagat...!!..this is nice poem..keep it up..! congrats..!

નીરજ શાહ said...

તારી સાથે મારી એક-બે વ્યથાઓ પણ જોડી દઉ?

દરેક માણસ જ્યાં કહે સત્ય પોતના પક્ષે,સાચું કે ખોટું એની છેલ્લી પરીક્ષા કોણ કરે?
જૂઠું બોલનાર જીતે અને સાચું બોલનાર દંડનો ભોગી, છેવટે ન્યાય કોણ કરે?

પ્રેમ તો જુનો છે પણ કબુલાત કોણ કરે,પ્રેમમાં શબ્દો થકી રજુઆત કોણ કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,પણ વાતની શરુઆત કોણ કરે ?