Monday, May 3, 2010

પિરામીડ

ભણ્યાં હતાં ને સ્કુલમાં,
ઈજીપ્તનાં પિરામીડોમાં શબ સચવાયેલા છે,
કપડામાં લપેટીને,
ઔષધીઓ ભરીને,
મનાય છે એક વાર જીવ એ શબમાં જરૂર પાછો આવે છે,

મેં પણ ઘણુ સાચવીને રાખ્યુ છે,
તારા પેલા સફેદ રૂમાલમાં,
લપેટીને,
યાદોની ઔષધીઓ ભરીને,
કદાચ તુ પણ ક્યારેક પાછો ફરે તો...?

5 comments:

Ketan Shah said...

કદાચ તુ પણ ક્યારેક પાછો ફરે તો...?

આવી જ લાગણી મને મારા પરદેશ માં સ્થાયી થયેલ college friends માટે છે

Unknown said...

તારા પેલા સફેદ રૂમાલમાં,
લપેટીને,
યાદોની ઔષધીઓ ભરીને,
કદાચ તુ પણ ક્યારેક પાછો ફરે તો...? પ્રેમાસ્પદના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. .પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…ાને
કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.પ્રજ્ઞાજુ

Digesh said...

simply great!!!!!!!......

Anonymous said...

great one Digi..

Anonymous said...

ઘણી રચનાઓ વાંચી.લાગણી શીલતા અની ભાવા વાહિતાથી ભરપૂર.
ડબાયેલી,કચડાયેલી લાગણીના સૂર.
થોડી મહેનત થાય તો છંદબધ્ધ ગઝલ અવત્રી શકવાની વિપૂલ શક્યતા છે.
અભિનંદન.
----વફા