Wednesday, April 16, 2008

કોઈ મારા માંથી જાણે...

કોઈ મારા માંથી જાણે અશ્કની જેમ વહી ગયું,
એમનું તો કંઈ નહીં પણ સ્વપ્ન મારું રુંધઈ ગયું,

શ્વાસની સરગમ પર જાણે પાંજરું બંધાઈ ગયું,
રક્ત પણ વહેવું મૂકી ને કાળજે ગંઠઈ ગયું,

સમયના સળિયાની પાછળ જીવન એવું પૂરાઈ ગયું,
કોઈ બન્યું હતું ક્યારેક અશ્ક એ યાદ પણ ના રહ્યું,

હોય છે સંજોગનો ખેલ આખરે સમજાઈ ગયું,
કોઈ મારા માંથી જાણે અશ્કની જેમ વહી ગયું.

4 comments:

Anonymous said...

sunder rachana..

Anonymous said...

હોય છે સંજોગનો ખેલ આખરે સમજાઈ ગયું,
કોઈ મારા માંથી જાણે અશ્કની જેમ વહી ગયું.
વાહ્
જો અશ્ક પી ભી લિયે,જો હોઠ સી ભી લિયે
વો સિતમ યે કિસપે કિયે?
કુછ આજ અપની સૂનો કિ કુછ આજ મેરી સૂનો
ખામોશિયોસે તો દિલ ઔર દિમાગ જલતે હૈ.’
પ્રજ્ઞાજુ

...* Chetu *... said...

શ્વાસની સરગમ પર જાણે પાંજરું બંધાઈ ગયું,
રક્ત પણ વહેવું મૂકી ને કાળજે ગંઠઈ ગય
nice words... keep it up

Ketan Shah said...

એમનું તો કંઈ નહીં પણ સ્વપ્ન મારું રુંધઈ ગયું,
sundar rachana