Wednesday, February 13, 2008

હું તને જ ચાહું છું

valentineday special....

પ્રેમીઓ માટેનો આ પ્રેમ ભર્યો દિવસ...દિલમાં પ્રેમ જગાવી જાય છે..
એમ તો કંઈ જરૂરી નથી કે આજ દિવસે પ્રેમ વ્યક્ત થાય પણ..
સહું કોઈ ને પ્રેમની કટારી તો વાગી જ હોય છે,
ને આવા દિવસે એ કટારીએ આપેલું મીઠું મીઠું દર્દ યાદ આવી જાય છે..
તો રજું કરું છું આ બે પ્રણય કાવ્ય.



હું તને ધારું તો હું તને જ જોઉં છું,
હોય આસ-પાસ હવા છતા,
હું તને જ શ્વસું છું,
અનેક મુલાકાત પછી પણ,
હું તને જ શોધું છું,
ચહેરાઓનાં આ જંગલમાં,
જાણે હું તને જ જાણું છું,
હું તને વિચારું જો તો હું તને જ લખું છું,
મેળવું અનેક રૂપમાં તને પણ,
હું તને જ યાચું છું,
તું છે હ્રદય સામ્રાજ્ઞી,
હું તને જ ચાહું છું,
તું છે મારાં રોમ રોમમાં,
હું તને જ જીવું છું.

4 comments:

Unknown said...

તમારિ "હુ તને ચાહુ છુ" સાચે જ ખુબ સરસ છે.પ્રેમ એ એક પવિત્ર ભાવના છે.સાચે જ જેને પ્રેમ કરિયે તેને આ હ્જારો ચહેરામાથિ પન અલગ જોય સકિયે છે...................

એટલુ જ કહિશ કે "તને શોઘવાની જરૂર નથી,તુ તો મારા મન માં છે.
તારા પ્રેમ માં હું ખુદ ને પણ ભુલી ગઈ છું.
તારા પ્રેમ માં જ જીવું છું,ને તારા જ પ્રેમ માં મરવું છે.
અંતે તો પ્રેમ એટલે પ્રેમ ..........

Anonymous said...

હું તને ધારું તો હું તને જ જોઉં છું,

હું તને વિચારું જો તો હું તને જ લખું છું


khub j saras,,,
hu pan to aa j kahu chu he ne?????

Ketan Shah said...

હું તને ધારું તો હું તને જ જોઉં છું,

અનેક મુલાકાત પછી પણ,
હું તને જ શોધું છું,
ચહેરાઓનાં આ જંગલમાં

હું તને જ જિવું છું.

Nice one.

KAUSHAL VANSIA said...

ઘણુ રુપાડુ