Wednesday, February 13, 2008

પ્રેમ-પત્ર

તારો પ્રેમ તો મને હમેંશા મળવાનો જ છે,
છતા આજે હું એક પ્રેમ-પત્ર લખું છું,
પ્રેમી તો તારો હું કાયમનો છું,
આજે આશીક બનવા ઇચ્છું છું,
રોજ જ તારી સાથે પ્રેમ કરું છું,
પણ આજે અલગ પ્રેમ વ્યક્ત કરવા માગું છું,
રાતનાં તો બહું નીંદર આવી જાય છે,
એટલે દિવસમાં સપનાં જોઉં છું,
સપના તો ખેર તારા જ હોય ને,
ભૂલથી કોઈ બીજી આવી જાય તો...
તને એની સાથે લડતાં જોઉં છું,
તું મારા માટે સૌંદર્યની મૂરત છે,
તને જોવાની હું રોજ મજા લૂટું છું,
શરીરથી તો અત્યારે તારાથી દૂર છું,
પણ મનથી તારી આસ-પાસ જ ફરું છું,
તને ખૂશ કરવાનાં અવસર હું વારંવાર ચૂકું છું,
પણ આજે આ બધું લખી સાટું વળવા માગું છું,
તુ કમળ બની ને ખિલજે આજે..,
હું ભમર બની ને આવું છું,
શબ્દોની આવી જાળ બિછાવી..
તને જ તો ફાંસવા મથું છું,
ખુશ થઈને આ કાગળ ને ના ચુમતી..
થોડીક ક્ષણ રાહ જો..
હું હમણા જ આવું છું.

10 comments:

Anonymous said...

શબ્દોની આવી જાળ બિછાવી..
તને જ તો ફાંસવા મથું

wah wah wah

ખુશ થઈને આ કાગળ ને ના ચુમતી..
થોડીક ક્ષણ રાહ જો..
હું હમણા જ આવું છું

khub j saras digisha

Ketan Shah said...

રાતનાં તો બહું નિદંર આવી જાય છે,
એટલે દિવસમાં સપનાં જોઉં છું,

Ekdm nirdosh prem

ખુશ થઈને આ કાગળ ને ના ચુમતી..
થોડીક ક્ષણ રાહ જો..
હું હમણા જ આવું છું.


Superb & Excellent

Bahu j saras rachana lakhi che.

Happy Valentine Day

Anonymous said...

તારો પ્રેમ તો મને હમેંશા મળવાનો જ છે,
છતા આજે હું એક પ્રેમ-પત્ર લખું છું,

કઈંક વાત છે.

Kakasab said...

a nice poem

નીરજ શાહ said...

સુંદર પ્રેમપત્રો..

Anonymous said...

Good Love letter

Unknown said...

વાહ્..શુ કાય જાયમી...હો...ભાઇ..ભાઇ..
તુ કમલ બનિ ને ખિલજ આજે, હુ ભમર બનિ ને આવુ....

Anonymous said...

WOW! IT'S VERY NICE POEM.

Anonymous said...

Excellent poem, great, keep it up

નિકેતન said...

અપાર પ્રેમ છે તમારા પ્રેમ પત્ર મા.