Saturday, February 9, 2008

એક ઝરણું

શાંત છે,શ્વેત છે,નિર્મળ પણ છે,
ને છે જરા ખારાશ એના સ્વભાવમાં,
પણ નથી કશો ખળભળાટ એના અવાજમાં,

શકુન છે,હળવાશ છે,એમા ભાર પણ છે,
ને છે હ્રદયની ઊર્મિઓ એના વલણમાં,
પણ નથી કોઈ ઉછળ કુદ એના વહેણમાં,

લીપાઈ જાય છે ક્યારેક કોઈ રેશમી રૂમાલમાં,
કાંતો ઝીલાય છે એ કોઈના કુમળા હાથમાં,
છે શું એ..આવ્યું કંઈ તમારા ખ્યાલમાં..?
અરે!એ છે એક ઝરણું જે ફૂટે છે આંખમાં.

6 comments:

Ketan Shah said...

છે શું એ..આવ્યું કંઈ તમારા ખ્યાલમાં..?
અરે!એ છે એક ઝરણું જે ફૂટે છે આંખમાં.

Bahu j saras rachana banavi che.

Keep it up.

Unknown said...

khb j saro bhaav chhe.. saras rachna..good..keep it up..

KAUSHAL VANSIA said...

અતિ સુન્દર

...* Chetu *... said...

સુંદર ભાવાભિવ્યક્તિ...!!!!!

નીરજ શાહ said...

અતિ રમ્ય ઝરણું...

સુરેશ જાની said...

આંસુ ઉપર સરસ વીચારો.
પણ 'શુકુન છે... ' એ ના સમજાયું. ઈમેલ કરી કહેશો તો આભારી થઈશ.