Tuesday, January 29, 2008

મુક્તક (ભાગ-૩)

****ઓલવેલી રાખશો જો શમા,
કો' પતંગ પાસ ફરકશે નહીં,
રાખો ખુદનું અજવળું જરા,
કો' ઉધાર દેવા આવશે નહીં


****અંગ નહીં અંગત બનું,સંગ નહીં સોબત બનું,
સાથ ઓછો પડે ત્યાં હું સહારો બનું,
આભ આંબવા ચાહો તો મિનારો બનું,
તમે જો વહી આવો તો હું કિનારો બનું.


****તકદીર નીકળી જરાક વાંકી ને એમની તસ્વીર રહી ગઈ મારી આંખમાં,
રાખી હમેંશા નજર એમજ સિધી જાણે કંઈ નાં ખુંચ્યું હોય મારી આંખમાં,
ના દેખાય આસ-પાસ ધુમાડો ના અગન જ્વાળા જણાય મારી આંખમાં,
સહુ સમજે છે હર્ષનાં આંસુ છે પણ એક સપનું બળી ગયું મારી આંખમાં.

3 comments:

KAUSHAL VANSIA said...

Simply Superb...very nice...

Ketan Shah said...

તમે જો વહી આવો તો હું કિનારો બનું.

રાખી હમેંશા નજર એમજ સિધી જાણે કંઇ નાં ખુંચ્યું હોય મારી આંખમાં,
....પણ એક સપનું બળી ગયું મારી આંખમાં.

Nice one

Krishna The Universal Truth.. said...

સહુ સમજે છે હર્ષનાં આંસુ છે પણ એક સપનું બળી ગયું મારી આંખમાં.

kharekhar bahu majanu lakhan che koi na pan maan ne hachmachavi muke evi nice realt nice