Friday, December 7, 2007

ઘડુલો

કેટલો નસીબવંતો છે આ ઘડુલો,
એને સાવ નજીકથી તું જોવા મળે,
એને સ્પર્શ તારી કોમળ હથેળીનો માણવા મળે,

રાખે જ્યારે એને ખભા પર તું,
એને ગુલાબી ગાલ તારા ચુમવા મળે,
એને કાનની બાલીઓ સાથે રમવા મળે,

રાખે જ્યારે એને કમરમાં તું,
એને બાહો માં તારી ઝૂલવા મળે,
એને કોમળ કલાઈ તારી મરોડવા મળે,

ઉછળી ઉછળી ને છલકાતો રહે,
એને લહેરાતી ચુંદડી તારી ભીંજાવા મળે,
એને યૌવનની ભીનાશ તારી જાણવા મળે,

કેટલો નસીબવંતો છે આ ઘડુલો.

3 comments:

Ketan Shah said...

વાહ દિગિશા બહુ જ સુંદર રચના બનાવી છે.

Anonymous said...

વાહહહહહ
ખુ જ સુંદર.

ઘડુલો બની જાવાની ઇછ્છા થઈ આવી

અરે આટલી નજીક રહીને આપણે મલતા નથી. મને આપનો ફોન નંબર તો પાછો આપજો મારાથી ખોવાઈ ગયો છે.

Unknown said...

are vah digi...... my darling dost.... sachu kahu to aavta janme man''dhadulo ''thava karva ''dhawani'' thavanu j vadhu pasand hashe....kemke tu mari aatli sari mitr chhe..ghadula ne to taro sparsh k tari baho ma zulva j male...mane to tara haiye aavi hasva male chhe.....tara haiya ma samavva male chhe... chhu ne,dhadula karta pan vadhu nasibvanti hu...!!?? touchwood.. :-) aabhar kahi ne have aapni mitrata ne bhar nahi j aapu...pan...aankho ma pani no bhar jarur thi aavi gayo chhe dost..!!