Tuesday, December 11, 2007

અડી-અડી ને બેસીએ..

ચલ અડી-અડી ને બેસીએ ત્યાં પેલી પાળ ઉપર,
જ્યાં એક નદી વહે છે માત્ર દરિયાની સમજ ઉપર.

ચીતરી તો જોઈએ રેત પર હૈયાની વાતો ને,
કૈંક સપના ગુંથીશું પૂરાં થયાની આશ ઉપર.

છીપ,શંખલા અને કંકરની રમત વચ્ચે,
ભીની હો રેત એમાં તારો હાથ મારા હાથ ઉપર.

ઉડતી કેશુંઓમાં સરકાવશે તું જો આંગળી,
શરમાઈ જ જશે ચહેરો મારો મુસ્કાનની ધાર ઉપર.

ડૂબતાં સૂરજ સામે જોશે લાલી તું મારા ગાલની,
ત્યારે માથું ઢાળીશ હું તારા હૈયાની નરમાંશ ઉપર.

પૂછી બેસું હું મર્મ જો તારા પ્રેમનો,
આપજે એક આલિંગન તું શબ્દોની આડ ઉપર.

ચલ અડી-અડી ને બેસીએ ત્યાં પેલી પાળ ઉપર,
જ્યાં એક નદી વહે છે માત્ર દરિયાની સમજ ઉપર.

6 comments:

Ketan Shah said...

ભીની હો રેત એમા તારો હાથ મારાં હાથ ઉપર,
જ્યાં એક નદી વહે છે માત્ર દરિયાની સમજ ઉપર.
Good one.

Anonymous said...

ghanu j sars lakhyu che..

નીતા કોટેચા said...

ચીતરી તો જોઈએ રેત પર હૈયાની વાતો ને,
કૈંક સપના ગુંથીશું પૂરા થયાની આશ ઉપર

અરે જુનાં દિવસો યાદ કરાવી દીધા.

Unknown said...

wah dear wah.....
love u yaar...shu karuu...tari peom vanchi ne koi ne love u kahevanu man thai gay...ane tara jiju to haji chhe j nahi...to dost..tane j kahi didhu..lol...khuubbbaaajjj mast chhe... spl.,
''puchhi besu hu marm jo tara prem no, aapje 1 aalingan tu shabdo ni aad uper..'' wah wah dost...

નીરજ શાહ said...

મારા માટે તો સુંદર સરપ્રાઈઝ રહ્યું.. ખૂબ જ સરસ રચના.. એક એક શેર જાણે પ્રેમનું પ્રતિક... ખૂબ જ સરસ ભાવાભિવ્યક્તિ... અભિનંદન...

kapil dave said...

tamari darek rachna khubaj sundar ane radhy sprshi che