Tuesday, September 18, 2007

સાંભળ સખી..

બાંકડો બોલાવે પેલો..
સાંભળ સખી બાંકડો બોલાવે પેલો,

સાંજ પડે ને ભાગી ને પંહોચતા..
મમ્મીની ના સાંભળતા ના પપ્પાને ગણકારતા,

દોરડા કુદતા કેવા ને લંગડી મજાની રમતા..
આંધળી ખિસકોલી,થપ્પા અને દોડપકડ ના દાવ,

પડતા આખડતા અને ઘુંટણીયા છોલાતા..
અંચાઇઓ ની તકરાર ના કેવા ચલાવતા ઝગડા,

દોડી દોડી ને જ્યારે લાગતો થાક..
જઇને તરત પેલા બાંકડે પટકાતા,

ભીચડમ ભીચડમ માંય જોડે જ બેસતા..
ને બીજા ને ધમકાવી આઘા ભગાવતા,

હાલ ને અલી આજેય જઇએ બેસવા પેલા બાંકડે..
વાતો કરવા,મસ્તી કરવા ને દોસ્તી પાક્કી કરવા,

આપણે તો ઉછરી ને હાલતા થયા..
પણ પેલો બાંકડો ત્યાં થી દેછે સાદ..

જો સાંભળ સખી..બાંકડો બોલાવે પેલો ..
જો બાંકડો બોલાવે પેલો.

3 comments:

Anonymous said...

ખૂબ જ સરસ.. બાળપણમાં સરી પડવાની વાત..પણ મને લાગે છે કે છંદ-રદીફ-કાફિયા શીખી-સમજી લેવાનો સમય પાકી ગયો છે હવે…

Unknown said...

digi.... hu khovai gai kyak bachpan ma... mane pachhi lav have..!!

ARTINJU said...

saras