Tuesday, August 28, 2007

આજે રક્ષાબંધન

કુમ-કુમ કેરા તિલક અને ચાર દાણા ચોખા,
આરતી ની થાળી સાથે પકવાન અનોખા,

બાંધુ આજે હું તો વિરલા ને રાખડી,
ભાવ થી ભરાઇ આવે બેવ ની આંખડી,

હેત ના ઘુટડા ને મીઠાઇ ના ટુકડા,
ક્યારેય ના આવે તને જીવનમા દુખડા,

કેટલી અંચઇ તારી ને કેટલા તોફાન,
રોજ-રોજ તુ પકડાવતો મારા કાન,

તારા વાંક પર પડતી વઢ મને,
બહુ ડાહ્યો ને લાડકો ગણે સહુ તને,

થઇ ગયા હવે બેવ સમજદાર,
તે પણ સંભાળ્યો હવે જીંદગી નો ભાર,

હસતો રહેજે આમ જ સદાય,
બની ને રહેજે માત-પિતા ની સહાય,

હું તો મુકી ને ગઇ ચાર થાપા દરવાજે પણ,
લક્ષ્મી જેવી લાડી લાવી તુ ઘર આંગણ સજાવજે.

4 comments:

Anonymous said...

ખુબ સરસ... ભાવવિભોર થઇ ગયો... આંખો ભરાઇ આવી...

kakasab said...

વાહ.. આવો સુંદર બ્લોગ બનાવીને છુપાવી રાખ્યો

Unknown said...

રક્ષા-બંધનના પવિત્ર પર્વ ને પ્રસંગે,
કાચા સૂતરના તાંતણે બંધાયેલી સ્નેહની ગાંઠ એક નવા રૂપે ::

Send Rakhi to India

Unknown said...

સરસ....જોઇ ને આનંદ થયો.