Sunday, June 3, 2007

અવિસ્મય યાદ

યાદો ને યાદ કરાવા જ તો યાદ આવે છે...,
સાથે કેટલિયે..ખાટી-મીઠી..સોગાદ લાવે છે...,

અત્યારે જ્યારે રહ્યુ નથી રસ્તાઓ નુ ભાન...
જુવાની મા માંડેલા ઉછળતા કદમો યાદ આવે છે...,

સ્પસ્ટ દેખઈ રહ્યો છે જ્યારે આ જગત નો ચહેરો..,
બેહોશ ને ધુંધળી વિતેલિ દુનિયા યાદ અવે છે..,

લહેરાઈ રહ્યો છે બંધનો નો સમુદ્ર હાથ મા..,
ત્યારે ક્યારેક રમેલી કોડીઓ ની રમત યાદ આવે છે..,

સંકેલઈ ને થયા છિએ ઠરી-ઠામ પરકી ધરતી પર..,
ત્યારે..વતને આપેલો અલ્વિદાનો આખરી સ્પર્શ યાદ આવે છે..,

1 comments:

Anonymous said...

ખુબ સરસ... તારો બ્લોગ જોઇ ને આનંદ થયો... હવે થી આ ભવનાઓ નો અવિરત સમુદ્ર વહેતો રહેશે એવી આશા છે... અભિનંદન...