Tuesday, January 29, 2008

મુક્તક (ભાગ-૩)

****ઓલવેલી રાખશો જો શમા,
કો' પતંગ પાસ ફરકશે નહીં,
રાખો ખુદનું અજવળું જરા,
કો' ઉધાર દેવા આવશે નહીં


****અંગ નહીં અંગત બનું,સંગ નહીં સોબત બનું,
સાથ ઓછો પડે ત્યાં હું સહારો બનું,
આભ આંબવા ચાહો તો મિનારો બનું,
તમે જો વહી આવો તો હું કિનારો બનું.


****તકદીર નીકળી જરાક વાંકી ને એમની તસ્વીર રહી ગઈ મારી આંખમાં,
રાખી હમેંશા નજર એમજ સિધી જાણે કંઈ નાં ખુંચ્યું હોય મારી આંખમાં,
ના દેખાય આસ-પાસ ધુમાડો ના અગન જ્વાળા જણાય મારી આંખમાં,
સહુ સમજે છે હર્ષનાં આંસુ છે પણ એક સપનું બળી ગયું મારી આંખમાં.

Thursday, January 24, 2008

રાખી શકશે ના અહીં કોઈ તને,
ક્યાં તારો કોઈ જામીનદાર છે,

આપ્યું જીવન તને જેણે ઉધાર,
એની વસુલી બહુ દમદાર છે,

છે એના હાથમાં એક ગોફણ,
ને એનો નિશાનો ધારદાર છે,

છીનવી ને લઈ જશે એ તને,
એવી મોત તારા પર હક્કદાર છે.